તા.ઝાલોદ. જિલ્લો.દાહોદ. ૩૮૯૧૮૦

શાળા પરિચય

==  ભીલ સેવા મંડળ,દાહોદ- સંચાલિત ==
શ્રી માધ્યમિક શાળા ડુંગરી,તા-ઝાલોદ ,જિ-દાહોદ.-૩૮૯૧૮૦
દાહોદ જિલ્લાના લીમડી નગરથી ગોધરાના સ્ટેટ હાઇવે પર ૮ કિમી ના અંતરે ૧૦૦% આદિજાતિ વિસ્તારમાં ડુંગરી મુકામે તારીખ ૭મી જુલાઈ ઓગણીસો સીત્તોતેર ના રોજ ઉદય પામેલ  શ્રી માધ્યમિક શાળા ડુંગરી  નો ટૂંકો પરિચય ......
આદિવાસીઓના કલ્યાણ માટે ૨૦૨૩માં પૂ.ઠક્કર બાપા સ્થાપિત ભીલ સેવા મંડળ,દાહોદ દ્વારા તત્કાલીન પરિસ્થિતિને ધ્યાને લઇ હાલના મંત્રીશ્રી પરથીંગભાઈ મલજીભાઈ મુનિયા (રે=મુંડાહેડા,તા-ઝાલોદ) ને શાળા શરુ કરવાના આશીર્વાદ સાથે માર્ગદર્શન મળ્યું હતું. શાળાના પ્રથમ  સ્થાપક સભ્ય,પ્રથમ શિક્ષક કર્મચારી અને પ્રથમ આચાર્ય તરીકે શ્રી પરથીંગભાઈ મલજીભાઈ મુનિયાએ ૧૯૭૭ થી માંડીને ૨૦૦૭ સુધી પોતાની આગવી કુનેહ અને શૈલીથી શાળાને આગવી પ્રતિભા આપી છે.શ્રી પરથીંગભાઈનો સંસ્થા પ્રત્યેનો પ્રેમ, નિયમિતપણે શિસ્ત બદ્ધ કામ કરવાની અને કામ કરાવવાની કળા,પોષક  વિસ્તારના વાલીઓનો સહકાર સાથે ઉત્તમ નેતૃત્વથી માત્ર ૧૩ જેટલા બાળકોથી કપરા  સમયમાં શરુ થયેલ આ શાળા આજે ૧૪ માન્ય વર્ગો ધરાવે છે.
શાળાની આગવી છાપ ઊંભી કરવામાં જુન-૧૯૭૭થી ૨૦૦૭ સુધીની સેવાકાલીન નોકરીની સાથે સાથે વ્યક્તિગત ભાવના અને લાગણી સભર સેવા માટે શ્રી પરથીંગભાઈને આજે પોષક વિસ્તારના તમામ વડીલો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આભાર વ્યક્ત કરતા આંનદ વ્યક્ત કરે છે.શ્રી પરથીંગભાઈ આજે વય નિવૃત્ત હોવા છતાં શાળા સાથે આત્મીય સંબધથી જોડાયેલા છે.અવારનવાર શાળાની મુલાકાતે પધારે છે.સંચાલક મંડળ વતી પોતાની લાગણીથી પ્રગતિ માટે શાળાને પ્રેરણા સભર માર્ગદર્શન પુરું પાડે છે.ડુંગરી  પંથકમાં શિક્ષણનું સ્તર ઊચું લાવવા તથા શાળામાં શિષ્ટાચાર સાથે શિક્ષણની ગરિમા જાળવવામાં હંમેશાં પ્રયત્નશીલ છે.
પોષક  વિસ્તારના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે લીમડી/ઝાલોદ/દાહોદ કે લીમખેડા જવું પડતું હતું. તેમાં વાહન વ્યવહારનો અભાવ હતો, તેમજ સમય અને રૂપિયાનો પુષ્કળ ખર્ચ થતો હતો.તેનાથી મુક્તિ મેળવવા વાલીઓના સહકારથી જુન ૨૦૦૧થી ઉ.મા.વિભાગનો ધોરણ ૧૧ સામાન્ય પ્રવાહ ની શરૂઆત કરી.શરૂઆતના વર્ષોમાં માધ્યમિક શાળાના સ્ટાફના સંપૂર્ણ સહકાર અને વધારાની  મહેનતથી ૧૨૫ થી વધારે વિદ્યાર્થીઓ હોવા છતાં ૧૦૦% પરિણામ આવેલ છે. ઉતરોત્તર વિદ્યાર્થી સંખ્યામાં વધારો થતાં આજે  જુન-૨૦૧૭ની સ્થિતિએ શાળામાં ધોરણ વાર વિદ્યાર્થીઓની સંખ્યા આ પ્રમાણે છે.

ધોરણ    વર્ગ  રજીસ્ટર સંખ્યા  કુમાર   કન્યા   કુલ
9          5                      180   138   318
10        5                      145   127   272
11        2+1                   80     92    172
12        2                       79     93     173
 કુલ.     14                     484   450    934
સ્ટાફની માહિતી
વિભાગ               ભાઈઓ     બહેનો       કુલ
મા.વિભાગ             11         02         13
ઉ.મા.વિભાગ          07         01         08
બિન શૈક્ષણિક.        07         00         07
કુલ.                     25         03         28
                                            ચાર દાયકાની અવિરત વહેતી શૈક્ષણિક ધારામાં આજ દિન સુધી મા.વિભાગમાં ૭૨૦૦ અને ઉ.મા.વિભાગમાં ૩૧૦૦ જેટલા આદિવાસી ભાઈઓ બહેનોએ આ શાળામાં અભ્યાસ પૂર્ણ કર્યોછે.શાળામાંથીડોક્ટર્સ,એન્જીનીયર્સ,કલેકટર,મામલતદાર,જેવા ઉચ્ચ કેડર માં તથા વર્ગ-૩જા  અને ૪થા વર્ગના  હોદ્દાઓ પર ઘણી મોટી સંખ્યામાં બાળકોએ સિદ્ધિ હાંસલ કરી પોતાનું અને શાળાનું ગૌરવ વધાર્યું છે.
         ખુબજ પછાત અને આર્થિક ગરીબીમાં શરુ થયેલી આ શાળાની પ્રગતિને આગળ વધારવામાં પોષક વિસ્તારના ગામો-થાળા,પીપળીયા,વાંકોલ  વિ.ના વિદ્યાથીઓ અને વાલી આગેવાનોનો  સહકાર પણ નોંધપાત્ર રહ્યો છે.વાલીઓનો સહકાર,મંડળનું માર્ગદર્શન અને શ્રી પરથીંગભાઈની રૂચી સભર આગવી શૈલીનો સંગમ થતા શાળાનું પરિણામ ખુબ જ સારું આવતું રહ્યુ છે.ટુંક સમયમાં જ શાળામાં ઝડપથી વધી રહેલા ધોરણ વાર વર્ગોના વધારા પ્રમાણે નવી જરૂરીયાતોને પહોચી વળવામાં શાળાને અનેક દાતાઓએ  આર્થિક સેવા આપી છે.
માન.દાતાશ્રીઓ
(૧) શ્રીમતી જ્યોત્સનાબેન અંબુભાઈ પટેલ.               (૨) શ્રી રાજેન્દ્રભાઈ સુખાદેવભાઈ ત્રિવેદી.                 (૩)  શ્રી કનુભાઈ નાથાભાઈ ડામોર                         (૪) શ્રીમતિ આશાબેન વિરસિંગભાઈ અમલીયાર.         (૫) શ્રી કર્ણાવટ પરિવાર લીમડી.                           (૬) શ્રી દલસીંગભાઈ ધનાભાઇ કટારા.
(૭) શ્રી રમેશભાઈ રામસીંગભાઈ ડામોર                    (૮) શ્રી દેવવ્રતભાઇ ત્રિવેદી,અમદવાદ                     (૯) સમગ્ર શાળા પરિવાર ડુંગરી.  તથા વિદ્યાર્થી પરિવારે યથા શક્તિ સેવા-સહકાર આપી શાળાને દીપાવી છે.આ સેવા બદલ શાળા અને મંડળ પરિવાર સૌ દાતાઓનો સહૃદય આભાર વ્યક્ત કરે છે.
          ૨૬ વર્ગો ધરાવતું શાળાનું પાકું મકાન લાઈટ કનેક્શન,ભાઈઓ-બહેનો માટે શૌચાલય,પીવાના પાણીની સુવિધા,કોમ્પુટર લેબ,પ્રયોગખંડ, ઉધોગ ખંડ, લાઇબ્રેરી તથા જરૂરી ફર્નીચર સાથે સુસજ્જ છે.
સમગ્ર આદિવાસી પંથકમાં શ્રી માધ્યમિક શાળા ડુંગરીની આગવી છાપને જાળવવામાં આજનો સમગ્ર સ્ટાફ, વિસ્તારના વાલીમંડળના આગેવાનો અને સામાજિક કાર્યકરો ખુબ જ ઉત્સાહી છે.
મંડળની કારોબારી
ક્રમ
નામ
હોદ્દો
ફોન /મો-નંબર

શ્રી નરસિહભાઈ કાનજીભાઈ હઠીલા
પ્રમુખ શ્રી
૯૪૨૭૩૧૯૫૦૦

શ્રી દલસિંગભાઈ ધનાભાઈ કટારા
ઉપ પ્રમુખ શ્રી
૦૨૬૭૩ ૨૬૮૬૩૩

શ્રી પરથીંગભાઈ મલજીભાઈ મુનિયા
મંત્રી શ્રી
૯૮૭૯૮૯૧૩૫૧

શ્રી મુકેશભાઈ ભીમાભાઇ  પરમાર
મંત્રી શ્રી
૯૪૨૬૩૪૦૦૬૩
કાર્યાલયનું સરનામું ===  ભીલ સેવા મંડળ,દાહોદ- ઠકકર બાપા રોડ દાહોદ.
ફોન નં.૦૨૬૭૩  ૨૪૬૬૭૦.

No comments:

Post a Comment